તા. ૦૮-૦૧-૨૦૨૨ 2 જાન્યુઆરી, 2022 ના રોજ શામળદાસ આર્ટ્સ કોલેજના NSS યુનિટ દ્વારા આયોજિત વાર્ષિક શિબિરની શરૂઆત ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા, મણાર મુકામે થઈ હતી. કોલેજના ૧૦૦ ચુનીંદા વિદ્યાર્થીઓ સ્વયંસેવક તરીકે આ કેમ્પમાં જોડાયા હતા. આ સાત દિવસીય વાર્ષિક શિબિર નું મુખ્ય સ્થળ જ અત્યંત ઉત્કૃષ્ટ હતું, કે જે નાનપણથી જ વિદ્યાર્થીઓને સ્વાવલંબન ના પાઠ શીખવે છે અને ગ્રામ્ય જીવનને ઉજાગર કરવામાં મહત્વનું યોગદાન આપે છે. ઉદઘાટન સમારોહ થી લઈને સમાપન સમારોહ સુધી દરરોજના બૌદ્ધિક સત્રમાં અમે ઘણા બધા વક્તાઓને માણ્યા. જેમાં જાણીતા શિક્ષણવિદ્ ડૉ. મનહરભાઈ ઠાકરે "ગ્રામોદ્ધાર વિના રાષ્ટ્રોધ્ધર નહી" એવા નવા પણ પુરાના વિષયને ધ્યાનમાં લઇ ગ્રામ અભિમુખતા માટે માર્મિક ટકોર કરી. ડૉ.અરુણભાઈ દવેએ તાજેતરમાં ધડાયેલ શિક્ષણ નીતિમાં લોક શિક્ષણના સ્થાન વિશે ની વાત "કમ્પ્યુટર અને કોદાળી ના સમન્વયથી કેળવણી"ના દ્રષ્ટાંત સાથે રજુ કરી. ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં દાદા તરીકે ઓળખાતા સંચાલક શ્રી સુરસંગભાઈ ચૌહાણ...